Feeds:
Posts
Comments

This slideshow requires JavaScript.

તારીખ ૨૮-૨-૨૦૧૧ નાં રોજ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  શાળાના  વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગોની  રજૂઆત કરવામાં આવી  હતી. વિજ્ઞાન દ્વારા  લોકોમાં રહેલી અંધશ્રધ્ધા દુર કરનારા  પ્રયોગોનું  નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા  કરવામાં  આવ્યું હતું. ભારતીય  વિજ્ઞાન જગતમાં ભારતીય વૈજ્ઞાનિકોના ફાળા વિષે ધોરણ ૮ નાં વિદ્યાર્થી ગાગલ કલ્પેશે વક્તવ્ય આપ્યું હતું  જયારે  ભારતીય  વૈજ્ઞાનિકોના જીવન વિષે ગાગલ ધીરજ, ગાગલ કિશોર, લુહાર વસીમ, ગાગલ શિલ્પા, કેરાસીયા જિજ્ઞા, વ્યાસ નૈસર્ગી અને  બત્તા નીતિન એ વક્તવ્ય આપ્યા હતા.  શાળાના  વિદ્યાર્થીઓએ પ્રયોગો નિહાળી પ્રશ્નોતરી કરી હતી અને પોતાનાં પ્રશ્નોના સમાધાન મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારે સહકાર આપ્યો હતો.

Advertisements

This slideshow requires JavaScript.

શ્રી ઝીકડી પ્રાથમિક શાળા દ્વારા તારીખ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૧૧ના અમદાવાદ અને ગાંધીનગરના બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર, ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લેવામાં આવી હતી. અક્ષરધામ મંદિરમાં શ્રી સ્વામીનારાયણ ભગવાનના દર્શન કરી પ્રદર્શની જોવામાં આવી હતી. બપોરનું ભોજન અક્ષરધામમાં લીધા બાદ ઇન્દ્રોડા પાર્કની મુલાકાતે ગયા જ્યાં ડાયનાસોર વિશે જાણ્યું અને વિવિધ પ્રાણીઓ જોયા. ત્યાંથી રાત્રિ રોકાણ માટે શ્રી સ્વામીનારાયણ મંદિર મણીનગર ગયા જ્યાં રાત્રિ ભોજન લેવામાં આવ્યું. બીજા દિવસે સવારે કાંકરિયા તળાવ અને પરની સંગ્રહાલયની મુલાકાત લેવામાં આવી અને ત્યાં વાઘ, સિંહ, હાથી, હિપોપોટેમસ, હરણ જેવા પ્રાણીઓ જોયા. ત્યાંથી બપોરનું ભોજન લઇ સાયન્સસિટી પહોચ્યા જ્યાં હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેશ, એનર્જી પાર્ક, મ્યુઝીક્લ ફાઉન્ટન, લાઈફ સાયન્સ પાર્ક, પ્લેનેટ અર્થ, આઈમેક્સ થ્રીડી થીએટર, ઈ-લાઈબ્રેરી જેવા વિભાગો જોયા અને વિવિધ પ્રયોગો કર્યા અને સમજ્યા. રાત્રે ૮.૩૦ વાગે સાયન્સ સિટીથી ઝીકડી આવવા નીકળ્યા.

 

આજ રોજ દેશની આઝાદીના ૬૨મા પ્રજાસતાક દિવસની ઉજવણી શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં કરવામાં આવી જેમાં શરૂઆતમાં ૨૬-૦૧-૨૦૦૧ ના ગોઝારા ભૂકંપમાં પોતાના જીવ ગુમાવનારા સર્વેની આત્માની શાંતિ માટે ૨ મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્વજવંદન ગામના સરપંચ શ્રી નારણભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ  શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યું હતું  જેમાં નાટક, દેશ ભક્તિ ગીત, દેશભક્તિ ગીત અભિનય સાથે રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી જેની રજૂઆત પણ શાળાના ભૂલકાઓએ કરી હતી. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના સંગીત શિક્ષક શ્રી ઉમર લુહારે કીબોર્ડ પર રમજટ બોલાવી હતી જેમને  ઢોલક પર સાથ શાળાના વિદ્યાર્થી હેઠવાડીયા ભરતે આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી આદમભાઈ બકાલી દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષક શ્રી મનોજકુમાર બી. વ્યાસના માર્ગદર્શન હેઠળ કુમારી બીનાબેન ઠક્કર, કુમારી જાગૃતિબેન ઠક્કર, શ્રીમતી ભગવતીબેન પ્રજાપતિ, શ્રી સવાભાઈ ગાગલ, શ્રી આદમભાઈ બકાલી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું વિડિઓ શૂટિંગ શ્રી નીલેશ સી. રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે નોટબૂક અને બોલપેન આપવામાં આવી હતી અને બાળકોને ગામના મહાનુભાવો અને શાળા પરિવાર તરફથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

This slideshow requires JavaScript.

શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ ૧-૧-૨૦૧૧ના નવા વરસના પાવન પર્વે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ વર્ગ સુશોભન કર્યું હતું અને વર્ગ શિક્ષકોનું આજ રોજ વર્ગ પ્રવેશ વખતે કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં આજે નવા વરસથી પ્રાર્થના સંમેલનમાં વિજ્ઞાનને લગતા પ્રયોગ કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં દરરોજ બાળકો તેમના અભ્યાસક્રમમાંના પ્રયોગ શિક્ષક શ્રી નીલેશ રાજગોરના માર્ગદર્શન હેઠળ કરશે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા આવે અને તેમનામાં વૈજ્ઞાનિક અભીગમનો વિકાસ થાય તે હેતુસર આ પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.

This slideshow requires JavaScript.

તારીખ ૨૮-૧૦-૨૦૧૦ ના રોજ શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વાંચે ગુજરાત અંતર્ગત ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓની ૪ ટીમ બનાવવામાં આવી હતી. આ ક્વીઝ સ્પર્ધામાં ૩ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. ક્વીઝ માસ્ટર તરીકે રાજગોર નીલેશભાઈએ જયારે બકાલી આદમભાઈ અને ગાગલ શિવજીભાઈએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. ૩ રાઉન્ડને અંતે ટીમ બી વિજેતા થઈ હતી જેના સભ્યો ધોરણ ૮ના વિદ્યાર્થી ગાગલ કલ્પેશ કાનજી, ધોરણ ૭ના વિદ્યાર્થી ગાગલ કૌશિક દેવરાજ અને ધોરણ૫ની વિદ્યાર્થીની ખાસા ભૂમિકા હતા જેમને શાળાના શિક્ષકો ભગવતીબેન, બીનાબેન અને જાગૃતિબેનના હસ્તે પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે. 

ઉપરોક્ત હેતુ સિદ્ધ થાય તે હેતુસર તારીખ ૩૦-૧૦-૨૦૧૦ના રોજ એક સાથે વાંચશે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સવારે ૯થી ૧૦ સુધી પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ૧ કલાક સુધી વિવિધ પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક કલાક વાંચેલા પુસ્તકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝીકડી ગામના સરપંચ શ્રી નારણભાઈ અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુહને પુસ્તક વાંચનના ફાયદા સમજાવ્યા હતા.
પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન બાહ્ય ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક  વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.

This slideshow requires JavaScript.


 

તારીખ ૨૯-૧૦-૨૦૧૦ ના રોજ શ્રી ઝીકડી સ્પોર્ટ્સ ક્લબના નેજા હેઠળ શ્રી ઝીકડી પ્રાથમિક શાળાના બાળકોની ૨ ટીમ બનાવી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિન ઇલેવનને સેહવાગ ઇલેવને ૬ વિકેટે હાર આપી હતી. વિજેતા ટીમને શ્રી ઝીકડી સ્પોર્ટ્સ ક્લબ તરફથી બેટ અને ટ્રોફી ગામના સરપંચ શ્રી નારણભાઈના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.