Feeds:
Posts
Comments

Archive for the ‘ગણિત-વિજ્ઞાન મંડળ’ Category

નમસ્કાર મિત્રો,

આ પોસ્ટમાં અમારી શાળામાં થતા મૂલ્યાંકન વિશે વાત કરવી છે. ૨૧ મી સદી એ જ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણાય છે. દરેક શાળામાં સરકારશ્રી તરફથી કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં તેનો મહત્તમ ઉપયોગ થાય તે અને તેની સાથે સાથે બાળકો પણ આ નવી ટેકનોલોજીથી અપડેટ રહે તે જોવાનો છે, પ્રાથમિક શાળાના બાળકો અને એ પણ પાછા ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો સાથે હરીફાઈ કરી શકે તે જોવાની જવાબદારી શિક્ષકોના ખભે છે ત્યારે આપણે શિક્ષકો પણ આપણા પક્ષે અપડેટેડ રહી શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં રહીશું તો મને વિશ્વાસ છે કે આપણી પાસે રહેલ બાળક પણ આ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મિત્રો અમારી શાળામાં એકમ પૂર્ણ થયે લેવામાં આવતી યુનિટ ટેસ્ટ (એકમ કસોટી) કોમ્પ્યુટર પર લેવાનો એક પ્રયત્ન આ વર્ષથી અમે શરુ કર્યો છે, જેમાં અમને બાળકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે. આ રહ્યા એના કેટલાક ફોટોગ્રાફ્સ

This slideshow requires JavaScript.

Advertisements

Read Full Post »

GCERT ગાંધીનગર દ્વારા પ્રસારિત થતા દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના ગણિત વિષયનું શિક્ષણકાર્ય દર મંગળવારે પ્રસારિત થાય છે જેને બાયસેગ ચેનલ પર નિહાળી શકાય છે. જેમાં રાજ્યના ખ્યાતનામ શિક્ષક મિત્રો દ્વારા શ્રેષ્ઠ પાઠ નિદર્શન આપવામાં આવે છે જેનો લાભ શાળાના બાળકો હોંસે હોંસે લેતા નજરે પડે છે. બાળકોને પણ રૂટીનમાંથી કાંઈક અલગ મળી રહે છે અને સરકારશ્રી દ્વારા થતા પ્રયાસો પણ સફળ થતા હોય એવું લાગે છે.

અહી અમારી શાળાના બાળકોને આ કાર્યક્રમ નિહાળતા તમે જોઈ શકશો

બાયસેગ પર પ્રસારિત થતા કાર્યક્રમનો સમયપત્રક

મંગળવાર : ગણિત

બુધવાર : વિજ્ઞાન અને ટેકનોલોજી

શુક્રવાર : અંગ્રેજી

આ કાર્યક્રમો તમે બપોરે ૨.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી નિહાળી શકો છો જેમાં ક્રમશઃ ધોરણ ૬ થી ૮ના પાઠોનું નિદર્શન કરવામાં આવે છે.

This slideshow requires JavaScript.

Read Full Post »

This slideshow requires JavaScript.

તારીખ ૨૮-૨-૨૦૧૧ નાં રોજ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  શાળાના  વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગોની  રજૂઆત કરવામાં આવી  હતી. વિજ્ઞાન દ્વારા  લોકોમાં રહેલી અંધશ્રધ્ધા દુર કરનારા  પ્રયોગોનું  નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા  કરવામાં  આવ્યું હતું. ભારતીય  વિજ્ઞાન જગતમાં ભારતીય વૈજ્ઞાનિકોના ફાળા વિષે ધોરણ ૮ નાં વિદ્યાર્થી ગાગલ કલ્પેશે વક્તવ્ય આપ્યું હતું  જયારે  ભારતીય  વૈજ્ઞાનિકોના જીવન વિષે ગાગલ ધીરજ, ગાગલ કિશોર, લુહાર વસીમ, ગાગલ શિલ્પા, કેરાસીયા જિજ્ઞા, વ્યાસ નૈસર્ગી અને  બત્તા નીતિન એ વક્તવ્ય આપ્યા હતા.  શાળાના  વિદ્યાર્થીઓએ પ્રયોગો નિહાળી પ્રશ્નોતરી કરી હતી અને પોતાનાં પ્રશ્નોના સમાધાન મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારે સહકાર આપ્યો હતો.

Read Full Post »

શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ ૧-૧-૨૦૧૧ના નવા વરસના પાવન પર્વે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ વર્ગ સુશોભન કર્યું હતું અને વર્ગ શિક્ષકોનું આજ રોજ વર્ગ પ્રવેશ વખતે કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં આજે નવા વરસથી પ્રાર્થના સંમેલનમાં વિજ્ઞાનને લગતા પ્રયોગ કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં દરરોજ બાળકો તેમના અભ્યાસક્રમમાંના પ્રયોગ શિક્ષક શ્રી નીલેશ રાજગોરના માર્ગદર્શન હેઠળ કરશે. બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા આવે અને તેમનામાં વૈજ્ઞાનિક અભીગમનો વિકાસ થાય તે હેતુસર આ પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.

This slideshow requires JavaScript.

Read Full Post »