Feeds:
Posts
Comments

Archive for December, 2010

તારીખ ૨૮-૧૦-૨૦૧૦ ના રોજ શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વાંચે ગુજરાત અંતર્ગત ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓની ૪ ટીમ બનાવવામાં આવી હતી. આ ક્વીઝ સ્પર્ધામાં ૩ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. ક્વીઝ માસ્ટર તરીકે રાજગોર નીલેશભાઈએ જયારે બકાલી આદમભાઈ અને ગાગલ શિવજીભાઈએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. ૩ રાઉન્ડને અંતે ટીમ બી વિજેતા થઈ હતી જેના સભ્યો ધોરણ ૮ના વિદ્યાર્થી ગાગલ કલ્પેશ કાનજી, ધોરણ ૭ના વિદ્યાર્થી ગાગલ કૌશિક દેવરાજ અને ધોરણ૫ની વિદ્યાર્થીની ખાસા ભૂમિકા હતા જેમને શાળાના શિક્ષકો ભગવતીબેન, બીનાબેન અને જાગૃતિબેનના હસ્તે પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

Advertisements

Read Full Post »

એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે. 

ઉપરોક્ત હેતુ સિદ્ધ થાય તે હેતુસર તારીખ ૩૦-૧૦-૨૦૧૦ના રોજ એક સાથે વાંચશે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સવારે ૯થી ૧૦ સુધી પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ૧ કલાક સુધી વિવિધ પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક કલાક વાંચેલા પુસ્તકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝીકડી ગામના સરપંચ શ્રી નારણભાઈ અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુહને પુસ્તક વાંચનના ફાયદા સમજાવ્યા હતા.
પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન બાહ્ય ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક  વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.

This slideshow requires JavaScript.


Read Full Post »

 

તારીખ ૨૯-૧૦-૨૦૧૦ ના રોજ શ્રી ઝીકડી સ્પોર્ટ્સ ક્લબના નેજા હેઠળ શ્રી ઝીકડી પ્રાથમિક શાળાના બાળકોની ૨ ટીમ બનાવી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિન ઇલેવનને સેહવાગ ઇલેવને ૬ વિકેટે હાર આપી હતી. વિજેતા ટીમને શ્રી ઝીકડી સ્પોર્ટ્સ ક્લબ તરફથી બેટ અને ટ્રોફી ગામના સરપંચ શ્રી નારણભાઈના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

This slideshow requires JavaScript.

Read Full Post »

શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હારમોનીયમ અને ઢોલકના તાલે પ્રાચીન અને અર્વાચીન ગરબાઓની રમઝટ બોલાવી હતી જેમાં શાળાના સંગીત શિક્ષક શ્રી ઉમરભાઈ લુહારે હારમોનીયમ પર રમઝટ બોલાવી હતી જયારે ધોરણ ૮ના વિદ્યાર્થી  હેઠવાડિયા  ભરતે ઢોલક પર તેમનો સાથ આપ્યો હતો.

This slideshow requires JavaScript.

Read Full Post »

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Read Full Post »