ભુજથી ૧૮ કિમી પૂર્વ દિશામાં આવેલા ગામ ઝીકડીમાં આવેલી જીલ્લા પંચાયત સંચાલિત આ પ્રાથમિક શાળાની સ્થાપના ૩૦-૧૦-૧૯૫૫ના થઈ છે. આ શાળામાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. શાળા પરિવારમાં કુલ્લ ૯ શિક્ષકો છે જેમાં ૫ પુરુષ અને ૪ સ્ત્રી શિક્ષકોનો સમાવેશ થાય છે. શાળાના મુખ્ય શિક્ષક તરીકે શ્રી મનોજકુમાર બી. વ્યાસ ફરજ બજાવે છે. અન્ય શિક્ષકોમાં ભગવતીબેન પ્રજાપતિ, સવજીભાઈ ગાગલ, ઉમરભાઈ લુહાર, બીનાબેન દાવડા, જાગૃતિબેન ઠક્કર, ધર્મિષ્ઠાબેન પટેલ, નીલેશ રાજગોર અને બકાલી આદમભાઈનો સમાવેશ થાય છે. ગામડાના વિદ્યાર્થીઓ પણ શહેરના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરી શકે અને વધુને વધુ આગળ વધી શકે તે હેતુસર આ શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને ઇત્તર પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. દર વર્ષે આ શાળાના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપે છે અને તેમાં ઉત્તીર્ણ થઇ ત્યાં આગળ અભ્યાસાર્થે પ્રવેશ મેળવે છે.
please contact us at :
(1) zikadips2010@gmail.com
(2) zikadiprimaryschool@yahoo.com
(3) nileshrajgor@nileshrajgor.in
thanks
abhinandan jikadi school na bhadha guruo ne?
thanks for your comments and encourage us