Feeds:
Posts
Comments

નમસ્કાર મિત્રો,

આ પોસ્ટમાં અમારી શાળામાં થતા મૂલ્યાંકન વિશે વાત કરવી છે. ૨૧ મી સદી એ જ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણાય છે. દરેક શાળામાં સરકારશ્રી તરફથી કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં તેનો મહત્તમ ઉપયોગ થાય તે અને તેની સાથે સાથે બાળકો પણ આ નવી ટેકનોલોજીથી અપડેટ રહે તે જોવાનો છે, પ્રાથમિક શાળાના બાળકો અને એ પણ પાછા ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો સાથે હરીફાઈ કરી શકે તે જોવાની જવાબદારી શિક્ષકોના ખભે છે ત્યારે આપણે શિક્ષકો પણ આપણા પક્ષે અપડેટેડ રહી શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતાં રહીશું તો મને વિશ્વાસ છે કે આપણી પાસે રહેલ બાળક પણ આ ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મિત્રો અમારી શાળામાં એકમ પૂર્ણ થયે લેવામાં આવતી યુનિટ ટેસ્ટ (એકમ કસોટી) કોમ્પ્યુટર પર લેવાનો એક પ્રયત્ન આ વર્ષથી અમે શરુ કર્યો છે, જેમાં અમને બાળકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે. આ રહ્યા એના કેટલાક ફોટોગ્રાફ્સ

This slideshow requires JavaScript.

Advertisements

GCERT ગાંધીનગર દ્વારા પ્રસારિત થતા દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ના ગણિત વિષયનું શિક્ષણકાર્ય દર મંગળવારે પ્રસારિત થાય છે જેને બાયસેગ ચેનલ પર નિહાળી શકાય છે. જેમાં રાજ્યના ખ્યાતનામ શિક્ષક મિત્રો દ્વારા શ્રેષ્ઠ પાઠ નિદર્શન આપવામાં આવે છે જેનો લાભ શાળાના બાળકો હોંસે હોંસે લેતા નજરે પડે છે. બાળકોને પણ રૂટીનમાંથી કાંઈક અલગ મળી રહે છે અને સરકારશ્રી દ્વારા થતા પ્રયાસો પણ સફળ થતા હોય એવું લાગે છે.

અહી અમારી શાળાના બાળકોને આ કાર્યક્રમ નિહાળતા તમે જોઈ શકશો

બાયસેગ પર પ્રસારિત થતા કાર્યક્રમનો સમયપત્રક

મંગળવાર : ગણિત

બુધવાર : વિજ્ઞાન અને ટેકનોલોજી

શુક્રવાર : અંગ્રેજી

આ કાર્યક્રમો તમે બપોરે ૨.૩૦ થી ૫.૦૦ વાગ્યા સુધી નિહાળી શકો છો જેમાં ક્રમશઃ ધોરણ ૬ થી ૮ના પાઠોનું નિદર્શન કરવામાં આવે છે.

This slideshow requires JavaScript.

નમસ્કાર મિત્રો

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે અમારા બ્લોગ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવનારા નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રવેસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં તા. ૧૫/૦૬/૨૦૧૨ ને શુક્રવારના દિવસે આ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યપાલક ઈજનેર સાહેબ શ્રી ખાંટ સાહેબ અને લાયઝન ઓફિસર કૃપાબેન નાકર, ગામના સરપંચ શ્રી ભીમજીભાઈ ખાસા, સી.આર.સી. કો.ઓર્ડીનેટર (હબાય) શ્રી હનીફભાઈ તૈયાણી, ગામના અગ્રણી શ્રી પાંચાકાકા, એસ.એમ.સી.ના અધ્યક્ષા શ્રીમતી ધુનીબેન એ શાળાના બાળકો અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવ્યો હતો. આ સંદર્ભે ગ્રામજનોએ પણ નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગત વર્ષે ધોરણ ૧ થી ૮ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યા હતા. આ સંદર્ભે શાળાને વોટર કુલરની ભેટ ગામના અગ્રણી ગાગલ કાનજીભાઈ તરફથી મળી હતી જેમનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે.

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

શિક્ષણને  ઉત્તેજન આપવાના હેતુથી તેમજ સો ટકા નામાંકન થાય તેવા ઉદેશ્યથી દર વર્ષે સરકારશ્રી તરફથી પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. તા. ૧૮/૬/૨૦૧૧ના રોજ શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં પ્રવેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિવિશેષ તરીકે શ્રી કિરીટભાઈ સોમપુરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરિભાઈ આહીર, ભુજ શાળા નં. ૪ ના સી.આર.સી. કો.ઓ. શ્રી હિરેનભાઈ તન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની પ્રાર્થના સમિતિ દ્વારા સુંદર સરસ્વતી વંદના કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી એમ. બી. વ્યાસ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના સરપંચ શ્રી નારણભાઈ અને અન્ય ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ અને પુસ્તકથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના પ્રસંગે બાળકોને ઉપયોગી એવી શૈક્ષણિક કિટ આપનારા દાતા શ્રી કાનજીભાઈ પાંચાભાઈનું સન્માન કિરીટભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાની બાલીકાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું જયારે બાળકોએ “દેને તું પાંખ મને તારી” બાળગીત રજુ કર્યું હતું. ગત શૈક્ષણિક વર્ષમાં શાળામાં ધોરણ ૧ થી ૮ માં પ્રથમ ક્રમ મેળવનાર કુમાર અને કન્યાઓને મહેમાનોના હસ્તે ઇનામો આપી પપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ચાલુ શૈક્ષણિક વર્ષથી આ શાળામાં ધોરણ ૧ અને ૨ માં સરકારશ્રીના નવા અભિગમ “પ્રજ્ઞા” નો અમલ કરવામાં આવ્યો છે જેના વર્ગનું ઉદઘાટન પણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા પ્રજ્ઞા અભિગમની સમાજ વાલી સમુદાયને આપવામાં આવી હતી. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે શાળાના મ.શિ. શ્રી નીલેશ રાજગોર દ્વારા ઋણસ્વીકારવિધિ કરવામાં આવી હતી.

This slideshow requires JavaScript.

તારીખ ૯-૧૨-૨૦૧૦ના શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં ગુણોત્સવ ૨૦૧૦-૧૧ અંતર્ગત શાળા મૂલ્યાંકન અને વિદ્યાર્થી મૂલ્યાંકન અધિકારીશ્રીઓ  ઇન. જીલ્લા શિક્ષણાધિકારી-કચ્છ ડો. મધુકાંત આચાર્ય સાહેબ અને નાગોર ગ્રુપના સીઆરસી શ્રી ડી. એન. જાડેજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંજે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.